Today Gujarati News (Desk)
ગુજરાતમાં OBC કમિશનની કાયમી ધોરણે નિમણૂંક માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા આ અરજી બાબતે આજે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
OBC કમિશનની કાયમી ધોરણે નિમણૂંક માટે હાઈકોર્ટે સરકારને સવાલ કરતા કહ્યુ હતુ કે, શા માટે કાયમી ધોરણે OBCની સ્થાપના કરવામાં આવી નથી. વધુમા હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યુ હતુ કે નિવૃત જજની એપોઈમેન્ટ એ કમિશનની રચના ના ગણાય. કમિશનની સ્થાપના બાબતે સરકારે ઠોસ પગલા ઉઠાવે તેવી તાકીદ કરી હતી. અને રાજ્ય સરકારને 2 માર્ચ સુધી હાઈકોર્ટે જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
OBC કમિશનની સ્થાપના બાબતે સરકાર ઠોસ કાર્યવાહી કરે: હાઈકોર્ટ
રાજ્યમાં કાયમી ધોરણે OBCકમિશનની નિમણૂંક માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમા અરજદારે રજુઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણુંક કરે તે યોગ્ય નથી. જેથી હાઈકોર્ટે કમિશનની સ્થાપના બાબતે સરકારને ઠોસ કાર્યવાહી કરવા બાબતે તાકીદ કરી હતી.