Today Gujarati News (Desk)
વિશ્વમાં અનેક એવા દેશ છે, જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બારતના કેટલાક રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અનેક લોકો માનતા નથી. આ કારણોસર દારૂની તસ્કરી શરૂ થઈ જાય છે અને નકલી દારૂનું વેચાણ થાય છે. જેના કારણે અનેક લોક જીવ ગુમાવી બેસે છે. નિયમ તોડનારાને સજા આપવામાં આવે છે. શું તમને એવા દેશ વિશે ખબર છે, જ્યાં દારૂ પીનારા લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે.
અહીંયા આપણે ઈરાન દેશની વાત કરી રહ્યા છીએ. આ મુસ્લિમ દેશમાં દારૂ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, તેમ છતાં યુવાઓ આ વાતને ધ્યાનમાં લેતા નહોતા. ઈરાની યુવાઓ આ તમામ પ્રતિબંધને ભૂલીને દારૂ પીવાનું પસંદ કરે ચે. આ કારણોસર બિનકાયદાકીય રીતે દારૂ બનાવવાના કેસ પણ વધ્યા છે.
અન્ય દેશોમાંથી દારૂની તસ્કરી કરીને લાવવામાં આવે છે. જેના કારણે અનેક લોકો ઝેરીલી દારૂનું સેવન કરે છે, જેના કારણે તેમના મૃત્યુ થઈ રહ્યા છે. આ દેશમાં દારૂનું સેવન કરતા લોકોને કડક સજા આપવાની જોગવાઈ છે. આ દેશમાં દારૂ પીવામાં આવે તો જેલમાં બંધ કરવાની અથવા 80 કોડા ફટકારવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર દારૂ પીવાના મામલે પકડાય અને ચાર વાર સજા ભોગવી ચૂક્યો હોય તો તેને ફાંસીની સજા આપવામાં આવે છે.
ઝેરીલી દારૂ પીવાના કારણે મોત થવાના કેસ પણ વધી રહ્યા છે. દારૂ પીવાની સજા ફટકારવામાં આવશે, તેવા ડરના કારણે ડોકટર પાસે ઈલાજ માટે જતા નથી. હાલના સમયમાં ઝેરીલી દારૂ પીવાના 200 કેસ સામે આવ્યા છે, જેમાંથી 25 લોકોના મોત થયા છે.