Today Gujarati News (Desk)
શેરબજારમાં કોઈ સારા શેર પર પોઝિશન બનાવવાથી ઘણા લાભ થાય છે. જ્યાં એક તરફથી હાઈ રિટર્ન મળવાની સંભાવના વધી જાય છે, તો બીજી તરફ ડિવિડન્ડ, બોનસનો ફાયદો મળતો રહે છે. આજે અમે એવા જ એક શેરની ચર્ચા કરી રહ્યા છીએ. જેણે રોકાણકારોને 1 શેર પર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની દિશા ઈન્ડિયા લિમિટેડ છે. કંપનીએ તેના યોગ્ય રોકાણકારોને 1 શેર પર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. રેકોર્ડ ડેટ 25 ફેબ્રુઆરી પહેલા જ છે.
ક્યારે છે રેકોર્ડ ડેટ?
કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, 10 રૂપિયાના ફેલ વેલ્યૂવાળા શેરો પર 100 રૂપિયાના હિસાબથી યોગ્ય રોકાણકારોને ડિવિડન્ડ આપવામાં આવશે, રોકાણકારોની યોગ્યતા નક્કી કરવા માટે કંપનીએ ડિવિડન્ડ માટે 21 ફેબ્રુઆરી 2023 એટલે કે મંગળવારે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપનીએ 10 માર્ચ 2023 પહેલા આ ડિવિડન્ડની ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો છે.શુક્રવારે કંપનીના એક શેરનો ભાવ 1.41 ટકાની તેજીની સાથે 8022 રૂપિયાના સ્તર પર પહોંચીને બંધ થયો. ગત એક મહિનાની વાત કરીએ તો, કંપનીના શેરોનો ભાવ 4.22 ટકા તૂટ્યો છે. જ્યારે, આવા રોકાણકારો જેમણે 6 મહિના પહેલા આ શેર પર દાવ લગાવ્યો હતો, તેમને 2 ટકાથી વધારે ફાયદો થઈ ગયો હશે. જાણકારી અનુસાર, ગત એક વર્ષમાં દિશા ઈન્ડિયાના શેરોનો ભાવ 36 ટકા સુધી વધ્યો છે.