Today Gujarati News (Desk)
પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી હુમલો થયો છે. આ વિસ્ફોટમાં 9 પોલીસ અધિકારીઓના મોત થયા છે. પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, વિસ્ફોટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા. રોઇટર્સના અહેવાલમાં જણાવાયું કે, પ્રવક્તા મહમૂદ ખાન નોટીઝાઈએ જણાવ્યું હતું કે હુમલો બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાથી લગભગ 160 કિમી (100 માઇલ) પૂર્વમાં આવેલા સિબ્બીમાં થયો હતો, હુમલામાં ઓછામાં ઓછા 7 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
પાકિસ્તાનના કરાચીમાં પોલીસ મુખ્યાલયમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ હથિયારો દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર કરાચીમાં રાત્રે પોલીસ હેડ ક્વાર્ટર પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ પોલીસ હેડ ક્વાર્ટરમાં ઘૂસ્યા હતા. જેમને અર્ધલશ્કરી દળો અને પોલીસ દ્વારા લગભગ 4 કલાક સુધીની ભારે જહેમત બાદ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. હવે આ આતંકી હુમલાનો વીડિયો ફૂટેજ સામે આવ્યા છે.