Today Gujarati News (Desk)
પાન-આધાર બંને આજના સમયમાં આપણી ઓળખ માટે જરૂરી છે. તેના વગર આપણે નાણાકીય અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલી કામ પૂરી કરી શકીએ નહિ. ઈનકમ ટેક્સ વિભાગે પાન આધાર લિંક કરવાની અંતિમ તારીખ વધારીને 30 જૂન કરી દીધી છે. એક જુલાઈથી પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે, જે આધારથી લિંક નહિ થાય. આધારને પાન સાથે લિંક કરાવવા માટે દંડના રૂપમાં 1,000 રૂપિયા આપવા પડશે. આ વચ્ચે પાનને આધાર સાથે લિંક કરવાના ફોર્મમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
શું ફેરફાર થયો છે?
પાનને આધાર સાથે લિંક કરવા માટે હવે લોકોને 1000 રૂપિયા ભરવા પડશે. જ્યારે તમે પાનને આધાર સાથે લિંક કરાવો છો, તો દંડ ભરશો, તે દરિયાન તમને અસેસમેન્ટ યરનો વિકલ્પ મળે છે. ઈનકમ ટેક્સ વિભાગે હવે અસેટમેન્ટના વર્ષને અપડેટ કરી દીધું છે. મોડેથી ફી પેમેન્ટ માટે તમારે અસેટમેન્ટ યર 2024-25ને પસંદ કરવુ પડશે. ગત ડેડલાઈન 31 માર્ચ 2023 હતી, જેના માટે અસેટમેન્ટ યર 2023-24 પસંદ કરવાનુ હતું.
નહિ કરી શકો આ કામ
નાણા મંત્રાલય તરફથી પાનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખને વધારવા માટેના નિર્ણય પછી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, નવી નિર્ધારિત મુદ્દત સુધી એટલે કે 30 જૂન 2023 સુધી આ કામ નહિ કરી શકે, તો પછી તમારું પાન કાર્ડ કોઈ કામનું નહિ રહે. જો આવું થાય છે, તો પછી કાર્ડ હોલ્ડર મ્યુચ્યુઅલ ફંડ, શેરબજારમાં રોકાણ જેવા કામ નહિ કરી શકે. આજના સમયમાં બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને રિયલ એસ્ટેટ કે અન્ય કોઈ ડીલ કરવામાં પાન કાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ છે.
લાગી શકે મોટો દંડ
પાન કાર્ડ ડિએક્ટિવેટ થવા પર જો તમે તેનો ઉપયોગ કોઈ પણ નાણાકીય કાર્ય માટે કરો છો, તો તમારે તેના પર 10,000 રૂપિયા સુધી દંડ ભરવો પડશે. ઈનકમ ટેક્સની કલમ 272બી હેઠળ આ દંડ અંગે જોગવાઈ છે.
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવાની રીત
– આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે, નહીં તે ચેક કરવા માટે તમારે https://www.incometax.gov.in/iec/foportal/ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
– ત્યાર બાદ તમને ડાબી બાજુ ‘ક્વિક લિંક્સ’ જોવા મળશે, જ્યાં ‘લિંક આધાર’ પર ક્લિક કરવાનું રહેશે.
– જેના પર ક્લિક કરવાથી તમે બીજા પેજ પર પહોંચી જશો.
– જ્યાં તમારે પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ એન્ટર કરવાનો રહેશે.
– હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાથી તમને લિંક સ્ટેટસની જાણકારી મળી જશે.