ટુડે નેશનલ ડેસ્ક,
કબૂતર બાજી ના વધુ નવીન કેશમાં 260થી વધુ ભારતીય મુસાફરોને લઇને જઇ રહેલા એક વિમાનને ફ્રાંસના અધિકારીઓએ માનવ તસ્કરીના આરોપમાં પૂછપરછ માટે રોક્યા હતા. હવે કબૂતરબાજીના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો થયો છે.આ ખુલાસામાં 96 ગુજરાતીઓ સહિત 260 ભારતીયોને ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. ફ્રાંસ એરપોર્ટ પર અટકાવાયેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના યુવકો ઉત્તર ગુજરાતના હોવાનું ઇનપુટ મળ્યા છે.
કબૂતરબાજીના આ નવીન કેશમાં ભારતીય દુતાવાસે તમામ લોકોની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. સમગ્ર કૌભાંડમાં દિલ્હીનો એક શખ્સ કે જેનું નામ શશી રેડ્ડી તેમજ પાલી નામના એજન્ટનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સમગ્ર રેકેટમાં મુખ્ય એજન્ટ શશી રેડ્ડી મારફતે લોકોને ગેરકાયદેસર અમેરિકા ઘુસાડવામાં આવતા હતા. 96 ગુજરાતીઓ સહિત 260 ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. જેમાં મુંબઈના એકજ એજન્ટ દ્વારા 38 જેટલા પેસેન્જરો પણ સામેલ હોવાનું મનાય છે. તેમજ એજન્ટનું નામ રાજુ પંચાલ હોવાની જાણકારી મળી છે. ગુજરાતમાં 10 થી 12 એજન્ટો શશી રેડ્ડી માટે કામ કરતા હતા. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કલોલ, પાટણ વિસ્તારમાં આ લોકો સક્રિય હતા. ઉત્તર ગુજરાતના એક રાજુ સરપંચ તથા કિરણ પટેલ વચોટિયા તરીકેનું કામ કરતા હોવવાની માહિતી મળી છે. આ બન્ને લોકો સહીત અન્ય લોકો પણ શશી રેડ્ડી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે અને ઘણાખરા એજન્ટો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા એ પણ જાણકારી મળી રહી છે કે, કબુતરબાજીના સમગ્ર ષડયંત્રમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સિન્ડિકેટ આડકતરી રીતે જોડાયેલા છે. જેના તાર અમેરિકાથી લઈને દુબઇ સુધી જોડાયેલા છે.
કબૂતરબાજી માટે વપરાતું ચાર્ટર્ડ પ્લેન રોમાનિયામાં આવેલી એક કંપનીનું હોવાનું માહિતી મળી રહી છે. જેમાં ‘લીજેન્ડ ઓનલાઇન’ નામની કંપનીની સંડોવણી સામે આવી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે ભારત સરકાર દ્વારા રોમાનિયની એજન્સીઓનો સંપર્ક કરી આ એરલાઇન દ્વારા અત્યાર સુધી આ પ્રકારની કેટલી ટ્રીપ મારવામાં આવી તે પણ માહિતી મંગાવી શકે છે, તેમજ કોના કોના દ્વારા આ ચાર્ટર્ડ પ્લેન કેટલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે તેની પણ તપાસ કરશે.
શું છે ફ્રાંસમાં જાહેર થયેલ માનવ તસ્કરીનો આ મામલો
260થી વધુ ભારતીય મુસાફરોને લઇને જઇ રહેલા એક વિમાનને ફ્રાંસના અધિકારીઓએ માનવ તસ્કરીના આરોપમાં પૂછપરછ માટે રોક્યા હતા. હવે કબૂતરબાજીના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સૂત્રો નુ માનીએ તો 96 ગુજરાતીઓ સહિત 260 ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. ફ્રાંસ એરપોર્ટ પર અટકાવાયેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના યુવકો ઉત્તર ગુજરાતના હોવાનું જાણવા મળે છે.
અમેરિકા જતા પહેલા પેરિસ એરપોર્ટ પર 96 ગુજરાતી સહિત 260 ભારતીયો ફસાયા હતા. ચાર્ટર્ડ પ્લેનમાં 260 જેટલા ભારતીયોને ફ્રાંસ એરપોર્ટ પર અટકાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. દૂબઇથી નિકારાગુઆ જતા પ્રાઇવેટ જેટને અટકાવવામાં આવ્યું હતું અને ફ્રાંસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
260 જેટલા ભારતીયોને લઇને જતુ પ્રાઇવેટ જેટ ઇંધણ ભરાવવા પેરિસ એરપોર્ટ પર લેન્ડ થયું હતું અને દૂબઇથી આવેલા પ્રાઇવેટ જેટમાં માનવ તસ્કરીની આશંકાને પગલે પેરિસ પોલીસે પ્લેનને કબ્જામાં લીધું હતું. ફ્રાંસની એન્ટી ઓર્ગેનાઇઝ્ડ યુનિટ દ્વારા દૂબઇથી ભારતીયોને લઇને આવેલા ચાર્ટર્ડ પ્લેનની તપાસ હાથ ધરી હતી.
ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર, ચૌધરી અને રાજપૂત સમાજના હોવાનું જાણવા મળ્યું છે. દૂબઇથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નિકારાગુઆ લેન્ડિંગ બાદ મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરીનો પ્લાન હતો.
(આ અહેવાલ મીડિયા ઇનપુટ સોર્સ તેમજ માધ્યમો ઇનપુટ આધારિત છે. )