Today Gujarati News (Desk)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ પર તેમની માતા હીરાબા મોદીને સમર્પિત એક સેક્શન બનાવવામાં આવ્યો છે. જેમાં હીરાબાના જીવન સાથે જોડાયેલી બાબતો, તેમના ફોટો-વિડિયો અને તેમના ઉપદેશોને સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ તેમાં ચાર અલગ-અલગ સેક્શન બનાવવામાં આવ્યા છે. જેમાં હીરાબાનું જાહેર જીવન, દેશની યાદોમાં હીરાબા, હીરાબાના નિધન પર વિશ્વના નેતાઓના શોક સંદેશ અને માતૃત્વને સેલિબ્રેટ કરવા માટે ટેમ્પ્લેટ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરે હીરાબાનું નિધન થયું હતું, ત્યારપછી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ માઇક્રોસાઇટ લોન્ચ કરી છે.
આની શરૂઆતમાં એક વીડિયો છે, જેમાં PM મોદીના તેમની માતા માટેના હૃદયસ્પર્શી શબ્દોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં વાર્તાની રીતે PM મોદીના બાળપણથી લઈને તેમની માતાના મૃત્યુ સુધીના સમયને બતાડવામાં આવ્યો છે.