Today Gujarati News (Desk)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. ભાજપ દ્વારા આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. હજુ કેન્દ્રિય મંત્રી બે દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી આવશે તેમ તેમ રાજકીય નેતાઓના રાજ્યમાં પ્રવાસ વધી જશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે પ્રધાનમંત્રીમોદી ગુજરતના સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ત્યારબાદ એક રોડ-શો કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. આ માટેની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આગામી 17થી 26 દરમિયાન રાજ્ય સરકાના સંયુક્ત ઉપક્રમે સોરાષ્ટ્ર તમિલ સંગમ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમનો પ્રારંભ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી સ્થાળાંતર કરીને તમિલનાડું રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું સન્માન કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણીથી બંને રાજ્યો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.