Today Gujarati News (Desk)
ગુજરાત હાઈકોર્ટ આજે મસ્જિદોમાં લાઉડ સ્પીકર દ્વારા અજાન પઢવા પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે. 14 માર્ચે થયેલી છેલ્લી સુનાવણીમાં કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી 12 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો. અરજદારે અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના મે 2020ના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે- અજાન ઈસ્લામનો અભિન્ન અંગ છે, પરંતુ લાઉડસ્પીકર કે માઈક ફરજિયાત નથી.
આ અરજી ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યુ છે કે, તેની નજીકની એક મસ્જિદમાં દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર પર અજાન થાય છે, જેનાથી અસુવિધા થાય છે. PILમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાઉડ સ્પીકરમાં અજાનને કારણે ધ્વનિ પ્રદૂષણ વધે છે. આ દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે કોર્ટમાં ગુજરાતની તમામ મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અજાન પઢવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી.
અરજદારે અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના મે 2020ના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે- અજાન ઈસ્લામનો અભિન્ન અંગ છે, પરંતુ લાઉડસ્પીકર કે માઈક ફરજિયાત નથી.
ધર્મેન્દ્રએ બાદમાં કોર્ટને જણાવ્યું હતું કે તે અરજી પાછી ખેંચવા માંગે છે કારણ કે અરજી દાખલ કર્યા પછી તેને ધમકીઓ મળી રહી હતી. આ અંગે બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલાએ કોર્ટને કહ્યું કે તેઓ ટ્રાયલમાં સામેલ થવા માંગે છે. મુખ્ય અરજદારની ગેરહાજરીમાં, તેને કેસમાં હાજર રહેવાની મંજૂરી આપવી જોઈએ.