Today Gujarati News (Desk)
બદનક્ષીના કેસમાં કોર્ટની સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલના વિરોધમાં ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદી મંગળવારે પોતાનો જવાબ રજૂ કરશે.
29 માર્ચે સુરતની સ્થાનિક કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 2019ના એક કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ કહ્યું કે માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની અપીલ બાદ મોદીનો જવાબ 11 એપ્રિલે રજૂ કરવામાં આવશે.
કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે તેવું નિવેદન આપવા બદલ સુરતમાં રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના આધારે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે.