Today Gujarati News (Desk)
લોકો વારંવાર પોતાનો સમય બચાવવા અને ઝડપથી પહોંચવા માટે ઓનલાઈન પરિવહન સુવિધાનો ઉપયોગ કરે છે. Ola, Uber, Rapido જેવી સેવાઓ લોકોમાં ઘણી ફેમસ છે. પરંતુ કેટલીકવાર આવી ફની ઘટનાઓ બને છે, જેના વિશે જાણીને તમે હસવાનું રોકી શકશો નહીં. એક ટ્વીટર યુઝરે આરોપ લગાવ્યો છે કે, રેપિડો ડ્રાઇવરે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી જેને તેણે વોટ્સએપ દ્વારા તેનું લોકેશન શેર કર્યું હતું. યુઝરે સોશિયલ મીડિયા પર ડ્રાઈવરની ચેટના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. યુવતીનું કહેવું છે કે ડ્રાઈવરે તેને ખોટા મેસેજ મોકલ્યા હતા.માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ‘husnpari’ નામની એક યુઝરે તેને લઈને એક મેસેજ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ટ્વીટ વાયરલ થયા બાદ હવે અનેક યુઝર્સે મહિલાઓની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા છે.
ડ્રાઈવરે છોકરીને મેસેજ કર્યો
Husnpari નામની એક યુઝરે ટ્વીટર પર એક રેપિડો દ્વારા તેને કરેલા મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે, આરોપી ડ્રાઈવરે રાત્રે લગભગ 1:30 વાગ્યે છોકરીને મેસેજ કર્યો હતો. તેમણે લખ્યું કે, હેલો, સૂઈ ગઈ…. માત્ર તારી DP જોઈને અને અવાજના કારણે આવ્યો હતો…. બાકી લોકોશન ખૂબ જ દૂર હતું.. ન જ આવ્યો હોત. અને હા બીજી વાત કે હું ભાઈ નથી. હવે રેપિડો કેયર્સે પણ એક ટ્વીટ દ્વારા પોતાનો જવાબ આપ્યો છે અને લખ્યું કે, આ વિશે જાણીને અમને ખૂબ નિરાશા થઈ. કેપ્ટનમાં વ્યાવસાયિકતાનો અભાવ છે. આ ઘટના અંગે અમે માફી માંગીએ છીએ. આ મામલે જરૂર કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં કંપનીએ યૂઝર પાસેથી પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રાઈડરની આઈડી ડિટેલ પણ માંગી છે.