Today Gujarati News (Desk)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને લઈને મોટો નિર્ણય કર્યો છે. જો તમારું પણ બેંકમાં એકાઉન્ટ છે તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે. આરબીઆઈએ 5 બેંકોના વિરુદ્ધ કડક પગલા લીધા છે. હવે આ 5 બેંકોના ગ્રાહકો રૂપિયા નીકાળી શકશે નહિ. તેની સાથે જ ઘણા અન્ય પ્રકારના પ્રતિબંધ પણ આ બેંકો પર લગાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, આ બેંકોની ખરાબ થતી આર્થિક સ્થિતિને જોતા આઈબીઆઈએ આ બેંકો પર પ્રતિબંધ લગાવ્યો છે.
આગામી 6 મહિના સુધી રૂપિયા ટ્રાન્સફર નહિ કરી શકાય
આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ બેંકો પર આગામી 6 મહિના સુધી પ્રતિબંધ રહેશે, એટલે કે આગામી 6 મહિના સુધી બેંકના ગ્રાહકો રૂપિયા નહિ નીકાળી શકે. તેની સાથે જ આ બેંક આરબીઆઈની પરમિશન વગર ન તો લોન સ્વીકૃત કરી શકે છે અને નતો કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકે છે.
ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા
જાણકારી અનુસાર, આ બેંકોની પાસે હવે કોઈ પણ પ્રકારની લોન આપવાનો અધિકાર નથી. તેની સાથે જ કોઈ પણ પ્રકારની સંપત્તિ કે ટ્રાન્ઝેક્શન કે અન્ય કોઈ ઉપયોગ નહિ કરી શકે.
કઈ બેંકો પર લગાવ્યો પ્રતિબંધ
આરબીઆઈના પ્રમાણે, એચસીબીએલ સહકારી બેંક, લખનઉ, આદર્શ મહિલા નગરી સહકારી બેંક મર્યાદિત, ઓરંગાબાદ (મહારાષ્ટ્ર) અને શિમશા સહકાર બેંક નિયમિત, મદ્ધુર, માંડ્યા (કર્ણાટક)ની વર્તમાન નાણાકીય સ્થિતિના કારણે આ બેંકોની ગ્રાહકો તેમના ખાતામાંથી રૂપિયા નીકાળી શકસે નહિ.
જાણકારી અનુસાર, ઉર્વાકોંડા સહકારી નગર બેંક, ઉર્વાકોંડા (અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ) અને શંકરરાવ મોહિતે પાટીલ સહકારી બેંક, ના ગ્રાહકો 5,000 રૂપિયા સુધી નીકાળી શકે છે.