Rice Paratha Recipe: આપણી ત્યાં વિવિધ પ્રકારના પરાઠા મળે છે. લોકો ઘરે પણ અલગ-અલગ પ્રકારના પરાઠા બનાવવાનો ટ્રાય કરતા હોય છે. કેટલીક વખત ઘરે ભાત બચી જાય છે. જેને કેટલાક લોકો ફ્રાય કરીને ખાઈ જાય છે તો કેટલાક લોકો તેને ફેંકી દેતા હોય છે, ત્યારે જાણો ઘરે બચેલા ચોખામાંથી ટેસ્ટી ક્રિસ્પી પરાઠા બનાવવાની રેસીપી. તેને સરળતાથી બનાવી શકાય છે. જાણો.
બચેલા ભાતમાંથી પરાઠા બનાવવા માટેની સામગ્રી
એક કપ રાંધેલા ચોખા
ઘઉંનો લોટ
એક બારીક સમારેલી ડુંગળી
એક ચમચી જીરું
એક ચમચી તેલ
કોથમીર
એક બારીક સમારેલ લીલું મરચું
બે ચમચી લાલ મરચું પાવડર
એક ચમચી આદુ-લસણની પેસ્ટ
બારીક સમારેલા ફુદીનાના પાન
એક ચમચી દેશી ઘી
સ્વાદ મુજબ મીઠું
બચેલા ચોખામાંથી પરાઠા બનાવવાની રેસીપી
સૌ પ્રથમ ઘઉંના લોટમાં થોડું મીઠું અને તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
લોટને ખૂબ જ નરમ ભેળવો.
એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું ઉમેરો.
જીરું તતડયા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાંતળો.
ડુંગળીનો રંગ બદલાવા લાગે ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને હલાવો.
હવે લીલું મરચું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું નાખીને મિક્સ કરો.
રાંધેલા ભાત ઉમેરીને ઉંચી આંચ પર હલાવતા સમયે ફ્રાય કરી લો.
કોથમીર અને ફુદીનાના પાન મિક્સ કરીને થોડા ચોખા મેશ કરી લો.
ઘઉંના લોટના બોલ બનાવીને તેમાં ચોખાનું મિશ્રણ ભરીને રોલ કરો.
તવા પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
તૈયાર છે ક્રિસ્પી રાઈસ સ્ટફિંગ વાળા પરાઠા.
તેને ગરમ દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.