टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
આરએસએસના (RSS) વડા મોહન ભાગવતે મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ભારતમાં મુસલમાનોને કોઈ ખતરો નથી, પણ તેમણે ‘અમે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છીએ’ તેવા ખોટા દાવા ન કરવા જોઈએ. ભારતમાં મુસ્લિમોને ડરવાનું જેવુ કંઈ નથી, પરંતુ તેઓએ ‘તેમના સર્વોપરિતાનો ખોટો ઢોંગ કરવામાં આવી રહ્યો છે’ તેને છોડી દેવો જોઈએનું નિવેદન આપ્યું હતુ. જે બાદ આ નિવેદનને લઈને ભારે ચર્ચા જામી છે.
મોહન ભાગવતે કહ્યું- મુસલમાનોએ પોતે શ્રેષ્ઠ છે નો દાવો છોડી દેવો જોઈએ
તેઓએ કહ્યું હતુ કે, અમે એક મહાન જાતિના છીએ. અમે આ દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરીશું. ફક્ત આપણો માર્ગ સાચો છે. આપણે જુદા છીએ, તેથી આપણે એવા જ રહીશું. અમે સાથે રહી શકતા નથી, જેવી તમામ બાબતો પર મુસ્લિમોએ માન્યતા છોડી દેવી જોઈએ. અહીં રહેતા લોકો ભલે હિન્દુ હોય કે સામ્યવાદી, દરેકે આ વલણ છોડી દેવું જોઈએ. મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની વાર્તા છોડી દેવી જોઈએ કે તેઓ એક સમયે દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરશે.
હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે
આરએસએસના વડાએ કહ્યું, સરળ સત્ય એ છે કે ભારતે ભારત જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુકસાન નથી. તેમજ ડરવાનું પણ કંઈ નથી. પણ તે માટે પહેલા તો, મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની ઉશ્કેરણી જનક દલીલો છોડી દેવી જોઈએ. ઈન્ટરવ્યુમાં મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં જાગૃતિ આવી છે જે હિંદુઓમાં નવી આક્રમકતાને સમજાવે છે. ભાગવતે કહ્યું કે ભારત પ્રાચીન સમયથી એક છે, પરંતુ દરેક વખતે મૂળ હિન્દુ ભાવનાને ભૂલી જવામાં આવતી હોય છે.
ભાગવતે કહ્યું કે વિશ્વભરના હિંદુઓમાં ફરી આક્રમકતા એ સમાજની જાગૃતિને કારણે છે જે એક હજાર વર્ષથી વધુ સમયથી યુદ્ધમાં છે. તેમણે કહ્યું, તમે જુઓ, હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે. આ લડાઈ વિદેશી આક્રમણ, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્રો સામે ચાલી રહી છે. સંઘે આ માટે પોતાનું સમર્થન આપ્યું છે, તો અન્યોએ પણ આપ્યું છે.