સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘એ વતન મેરે વતન’ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. કન્નન અય્યર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જેમાં આઝાદીની લડત બતાવવામાં આવી છે. ફિલ્મમાં સારાના પાત્રને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. આ ઉત્તેજના વધારવા માટે મેકર્સે ટ્રેલર બાદ હવે ફિલ્મ ‘જુલિયા’નું પહેલું ગીત રિલીઝ કર્યું છે.
‘એ વતન મેરે વતન’નું ગીત ‘જુલિયા’ ઉત્સાહથી ભરેલું છે. આ ગીતમાં દિવ્યા કુમાર અને શશિ સુમને પોતાનો અવાજ આપ્યો છે. સાથે જ ફિલ્મનું સંગીત પણ શશિ સુમને આપ્યું છે. ‘જુલિયા’ના ગીતો પ્રશાંત ઇંગોલેએ લખ્યા છે. ‘જુલિયા’માં જૂના સમયનો ચાર્મ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગીતના સુંદર શબ્દો દર્શકોના દિલને સ્પર્શી જાય છે અને તેમને ડાન્સ પણ કરાવે છે.
કરણ જોહરના ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સારા અલી ખાન ઉપરાંત ઈમરાન હાશ્મી, સચિન ખેડેકર, અભય વર્મા, સ્પર્શ શ્રીવાસ્તવ, એલેક્સ ઓ’નીલ અને આનંદ તિવારી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
‘એ વતન મેરે વતન’માં સારાએ 22 વર્ષની છોકરી ‘ઉષા’નું પાત્ર ભજવ્યું છે. જે 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન બ્રિટિશ રાજ સામે દેશને એકસાથે લાવવા માટે અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ચલાવે છે.
ફિલ્મમાં ઈમરાન હાશ્મી ખાસ કેમિયોમાં જોવા મળશે, જેણે રામ મનોહર લોહિયાનું પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં, નિર્માતાઓએ ફિલ્મમાં ઇમરાનના પાત્રનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેના પછી નિર્માતાઓ ફિલ્મમાં ઇમરાનના પાત્રને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની વાર્તા ઐય્યર અને દારબ ફારૂકી દ્વારા લખવામાં આવી છે, જે 21 માર્ચે પ્રાઈમ વીડિયો પર પ્રિમિયર થશે.