Today Gujarati News (Desk)
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ માર્કેટમાં કેટલાક એવા શેર છે, જેમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે, NSEનો મુખ્ય બેન્કિંગ ઇન્ડેક્સ બેન્ક નિફ્ટી પણ તેની સર્વકાલીન ઉચ્ચતમ 44,440ની સપાટીએ પહોંચ્યો હતો.
આજે ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, મેટલ, રિયલ્ટી, એનર્જી, ઇન્ફ્રા, એફએમજીસી અને બેન્કિંગ શેરોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
કયા શેરો ઉપર છે?
ICICI લોમ્બાર્ડ
ICICI બેંકની સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડના શેરમાં બજાર ખુલતાની સાથે જ 10 ટકા સુધીનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
ICICI લોમ્બાર્ડ શેર વધવા પાછળનું મુખ્ય કારણ છે ICICI બેન્કની 28 મેના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીમાં તેનો હિસ્સો 4 ટકા વધારવાની મંજૂરી આપવામાં આવી છે.
બેંકના આ નિર્ણય પછી, ICICI બેંકે 9 સપ્ટેમ્બર, 2024 પહેલા ICICI લોમ્બાર્ડમાં ઓછામાં ઓછો 2.5 ટકા હિસ્સો વધારવો પડશે.
ICICI લોમ્બાર્ડની સ્ક્રીપ આજે શરૂઆતના વેપારમાં BSE પર 10 ટકા વધીને રૂ. 1209.85 પર હતી. તે જ સમયે, ICICI બેન્ક BSE પર 0.56 ટકા વધીને 955.90 પર ટ્રેડ કરી રહી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર વધ્યો હતો
નાણાકીય વર્ષ 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં નફામાં 18 ટકાના વધારાને કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
બીએસઈ પર શરૂઆતના વેપારમાં શેર 5.31 ટકા વધીને રૂ. 1,350 પર હતો. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2,637 કરોડનો નફો કર્યો છે. આ સાથે નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો નફો 10,282 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.