Today Gujarati News (Desk)
સરકારે સોશિયલ મીડિયા પર જાહેરાતો મામલે સરકારે નવી માર્ગદર્શિકા જાહે કરી છે. આ ગાઈડલાઈન ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ આ પ્રયાસ ગ્રાહકોને અયોગ્ય લલચાવનારી જાહેરાતોથી બચાવવા માટેનો છે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે સરકાર સેલિબ્રિટી અને Social Media Influencers માટે માર્ગદર્શિકા લઈને આવી છે.
Social Media Influencers and Celebrities માટે આવી નવી ગાઈડલાઈન-
– પ્રોમીનેટ રીતે ડિસ્ક્લેમર આપવાનું રહેશે.
– વીડિયો અને ઓડિયો બંનેમાં ડિસ્ક્લેમર આપવાનું રહેશે.
– લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સતત ડિસ્ક્લેમર આપવાનું રહેશે.
– સરળ અને સ્પષ્ટ ભાષા હોવી જોઈએ.
– જાહેરાત, પેઇડ, સ્પોન્સર્ડ, પેઇડ પ્રમોશન વગેરે લખવાનું રહેશે.
– જાહેરાત જેવી જ ભાષામાં હોવી જોઈએ.
– પ્લેટફોર્મ સાથે સંબંધિત હેશટેગ્સ, લિંક્સ વગેરે પણ આપવાના રહેશે.
આ તમામ વ્યક્તિઓ, જૂથો માટે માર્ગદર્શિકા છે જેમની પાસે પ્રેક્ષકો સુધી પહોંચ છે. તેમાં સેલિબ્રિટી, Social Media Influencersનો સમાવેશ થાય છે.
Influencers and Celebritiesએ રાખવી પડશે સાવધાની-
– જેની જાહેરાત અથવા Endorsement કરવામાં આવી રહ્યું છે તે ઉત્પાદનનો ઉપયોગ કર્યો.
– ભ્રામક માહિતી, અતિશયોક્તિ ન કરો.
– તમામ દાવાઓની ચકાસણી કરી શકાય છે.
જો તમે સંમત ન હો તો શું થઈ શકે?
Influencers and Celebrities દ્વારા માર્ગદર્શિકાનું પાલન કરવામાં નહીં આવે તો પગલાં લેવામાં આવશે.
– 10 લાખ સુધીનો દંડ લાગશે.
– સતત કરવા પર 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
– Influencers and Celebritiesને Endorsementથી રોકી શકાય છે.