Srilanka Women Team: શ્રીલંકા મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ હતી. આ શ્રેણી દરમિયાન બંને ટીમોનું પ્રદર્શન સારું રહ્યું હતું. શ્રીલંકા એક મેચ અને દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી હતી. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી. આવી સ્થિતિમાં, આ શ્રેણી 1-1 થી બરાબરી પર સમાપ્ત થઈ. આ શ્રેણીની છેલ્લી મેચ શ્રીલંકાની મહિલા ટીમે જીતી હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે ત્રીજી મેચ જીતી ચમારી અટાપટ્ટુ અને તેની ટીમે ઈતિહાસ રચ્યો હતો.
ચમરી અટાપટ્ટુની ઐતિહાસિક ઇનિંગ્સ
શ્રીલંકાએ પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્ક ખાતે ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેઓએ ત્રીજી ODIમાં 302 રનનો પીછો કર્યો હતો, અને મહિલા ODI ઈતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝ નોંધાવ્યો હતો. શ્રીલંકાની ટીમે આ ટાર્ગેટનો પીછો કરતાની સાથે જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ, ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ મહિલા ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝના મામલે પ્રથમ સ્થાને હતી. જોડી ફિલ્ડ્સની ઓસ્ટ્રેલિયાની ટીમે 14 ડિસેમ્બર 2012ના રોજ નોર્થ સિડની ઓવલ ખાતે 289 રનનો પીછો કર્યો હતો અને બુધવારે આ રેકોર્ડ વર્ષો પછી તૂટી ગયો હતો.
મહિલા ODIમાં સૌથી સફળ રન ચેઝ ટીમ
- શ્રીલંકા મહિલા ટીમ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 302 રન
- ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વિ ન્યુઝીલેન્ડ – 289 રન
- ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ vs ભારત – 283 રન
- ન્યુઝીલેન્ડ મહિલા ટીમ વિ. ભારત – 280 રન
- ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ vs ભારત – 278 રન
મહિલા વનડે ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝ સિવાય શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ આ મેચમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. 34 વર્ષીય ચમારી અટાપટ્ટુએ આ મેચમાં 139 બોલમાં 195 રનની અણનમ ઇનિંગ રમી હતી અને આ સાથે તેણે મહિલા વનડેમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. તેની શાનદાર ઇનિંગ્સના કારણે જ તેની ટીમ આ રનનો પીછો આસાનીથી કરી શકી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન કુલ 26 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ચમારીનો અગાઉનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર 178* 29 જૂન, 2017ના રોજ બ્રિસ્ટોલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે આવ્યો હતો.
મહિલા ODIમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ખેલાડી
- એમેલિયા કેર – 232* રન
- બેલિન્ડા ક્લાર્ક – 229* રન
- ચમારી અટાપટ્ટુ – 195* રન
- દીપ્તિ શર્મા – 188 રન
- લૌરા વોલ્વાર્ડ – 184* રન