Astrology News: લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ છે. જેથી લક્ષ્મી દેવીની પૂજા સમયે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. લક્ષ્મી માતાની પૂજા માટે ઘરમાં લક્ષ્મી માતાની તસવીર લગાવવામાં આવે છે. લક્ષ્મી માતાની તસવીર લગાવતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઘરમાં લક્ષ્મી માતાની આ તસવીર ના લગાવવી
ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી માતા ઘુવડની સવારી કરતા હો. ઘરમાં આ પ્રકારનો ફોટો લગાવવો તે અશુભ માનવામાં આવે છે.
ઘરમાં લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી ઊભા હોય. ઘરમાં લક્ષ્મી માતાનો આવો ફોટો લગાવવો તે અશુભ માનવામાં આવે છે. જેની પાછળ માન્યતા રહેલી છે કે, ઘરમાં આવો ફોટો લગાવવાથી લક્ષ્મી માતા ઘરમાંથી ઝડપથી બહાર નીકળી જશે.
ઘરમાં લક્ષ્મી માતાની ખંડિત મૂર્તિ અથવા તસવીર ના લગાવવી જોઈએ. નહીંતર ઘરમાં ગરીબી તથા સમસ્યા આવી શકે છે.
લક્ષ્મી માતા કમળના ફૂલ પર બિરાજમાન હોય અને સોનાના સિક્કાનો વરસાદ કરતા હોય તેવી તસવીરને શુભ માનવામાં આવે છે.
ઘરમાં લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી માતા આશીર્વાદ પ્રદાન કરતા હોય.