Vadodara Police : વડોદરા શહેરમાં બે દિવસ પહેલા જ ડમ્પરની ટકકરે એક યુવાનનો જીવ ગયો હતો, ત્યારે શહેર ટ્રાફીક શાખાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે લાલઆંખ કરી છે. વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોવા છતાં શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહન હંકારી રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી છે ભારે વાહન ચાલકો દ્વારા બેફીકરાઈથી વાહન હંકારતા હોઈ પોલીસ દ્વારા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા ભારે વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરમાં બેફીકરાઈથી વાહન ચલાવતા અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારે વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે.
અને સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારે વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી તમામને દંડ ફટકાર્યો છે.
યુવાનોએ ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી
ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો પર સર્જિકલ સ્ટ્રાઈકથી પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારદારી વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી છે. ટ્રાફિક વિભાગની આ ઝુંબેશથી ટ્રાફિક કચેરી બહાર મોટી સંખ્યામાં ભારે વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ભારે વાહન ચાલકો તેમજ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વડોદરાના નાગરિકો ખુશ છે. વડોદરાના યુવાનો ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે. સાથે જ કાયમી આજ પ્રકારે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું અને જાહેરનામાનું પાલન થાય તેવી માંગ પણ કરે છે.