Sukhadi Recipe : સુખડીનું નામ આવે એટલે મહુડીની સુખડી યાદ આવી જાય. સુખડી તો નાના બાળકોને ઘણી પ્રિય હોય છે. આજે ઘરે સુખડી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાશે. આ એક એવી મીઠાઈ છે જે ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. તો ચાલો બનાવીએ સુખડી.
સુખડી બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ,
- ગોળ,
- ઘી,
- સુંઠ.
સુખડી બનાવવાની રીત
- સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરીને ગોળ ઉમેરો.
- હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
- મિશ્રણ લાલ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી ફૂલ ગેસ પર પકાવો.
- હવે નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી સુંઠ નાખીને મિક્સ કરી લો.
- હવે એક થાળીમાં ફેલાવી દો અને એકદમ ઠરી જાય પછી ચોસલા પાડી લો. તૈયાર છે આપણી સુખડીની રેસીપી તમે સર્વ કરી શકો છો.