Today Gujarati News (Desk)
સ્પેનના કાર્લોસ અલ્કારાઝને લાગે છે કે 23 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિક આવતા મહિને વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન જીતવા માટે ફેવરિટ છે. જોકે, તેણે સ્વીકાર્યું કે તેની જીતની આશા મજબૂત છે. સોમવારે જારી કરાયેલી તાજેતરની ATP રેન્કિંગમાં અલ્કારાઝે જોકોવિકે પછાડીને ટોચના સ્થાને પહોંચ્યો છે. 20 વર્ષીય અલ્કારાઝ ટોપ સીડ તરીકે વિમ્બલ્ડનમાં પ્રવેશ કરશે.
અલ્કારાઝે કહ્યું કે ગ્રાસ કોર્ટ પર તેની પ્રથમ ટ્રોફી જીતવી ખૂબ જ સારી લાગણી છે. વિમ્બલ્ડન જોઈને મારું મનોબળ વધ્યું છે. હું ગયા અઠવાડિયે ટોચના સ્તરે રમ્યો હતો અને મને લાગે છે કે વિમ્બલ્ડન માટે મારી પાસે મજબૂત કેસ છે. જોકે હકીકત એ છે કે જોકોવિચે વિમ્બલ્ડનમાં ટોચના 20 ખેલાડી કરતાં વધુ મેચો જીતી છે અને તે ટ્રોફી જીતવાનો પ્રબળ દાવેદાર છે. જોકોવિચને હરાવવા માટે હું તે સ્તર પર રમવાનો પ્રયાસ કરીશ.