Gujarat News: વિરપુર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ પાસે પાંચમાં ધોરણમાં ભણતી કલ્પના ભીખાભાઈ નટ (વતની બાબલીયા તા. ખાનપુર જિ. મહિસાગર હાલ રહે. વિરપુરના જમિયતપુરા) શનિવારના રોજ ચાર વાગ્યાની આસપાસ બકરા ચરાવી કેનાલ પરથી ઘર તરફ જતી હતી. તે સમયે બાળકીનો પગ આકસ્મિક રીતે લપસી જતાં કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી.
રવિવારના રોજ લીમરવાડાના નવાપુરા પાસેના કેનાલના ગેટ પાસે મૃતદેહને બહાર કઢાયો હતો. દિકરીના મૃતદેહને જોઈ પરિવારમાં શોક સાથે આક્રંદ છવાઈ ગયો હતો. વિરપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવી વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો.