ગુજરાત હાઈકોર્ટના આદેશથી ગુજરાતના હજારો બહુહેતુક આરોગ્ય કર્મચારીઓને રાહત મળી છે. હાઈકોર્ટે 26 જિલ્લા પંચાયતોને બહુહેતુક આરોગ્ય કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ અને અન્ય લાભો આપવા આદેશ આપ્યો છે. ઓછા પગારની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે અરજદારોની અરજી સ્વીકારીને તેમને રાહત આપી હતી. હાઈકોર્ટના આદેશ સામે પંચાયતોએ ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે અપીલ ફગાવી દીધી હતી. રાજ્યભરમાં લગભગ 3500 બહુહેતુક આરોગ્ય કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, જેમને નજીકના ભવિષ્યમાં આ તમામ લાભો મળશે. દરેક કર્મચારીને 15 થી 20 લાખ રૂપિયાનો પગાર લાભ મળશે.