Astrology News: વાસ્તુ શાસ્ત્રમાં ગિફ્ટ આપવાના ખાસ નિયમો છે. બાળકનો જન્મદિવસ હોય કે લગ્નની એનિવર્સરી, નોકરીના પ્રમોશનની પાર્ટી હોય કે અન્ય કોઈ ફંક્શન હોય પ્રેમથી તે વ્યક્તિને ગિફ્ટ આપવામાં આવે છે.
- વાસ્તુ શાસ્ત્રમાં ગિફ્ટ બાબતે પણ જણાવવામાં આવ્યું છે
- વાસ્તુ અનુસાર ગિફ્ટ તરીકે શું આપવું?
- આ ગિફ્ટને શુભ પ્રતિક માનવામાં આવે છે
- વાસ્તુ શાસ્ત્રમાં કોઈ વ્યક્તિને ગિફ્ટ આપવા અને ગિફ્ટ લેવા બાબતે પણ જણાવવામાં આવ્યું છે. બાળકનો જન્મદિવસ હોય કે લગ્નની એનિવર્સરી, નોકરીના પ્રમોશનની પાર્ટી હોય કે અન્ય કોઈ ફંક્શન હોય પ્રેમથી તે વ્યક્તિને ગિફ્ટ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિને કઈ સૌથી બેસ્ટ ગિફ્ટ આપી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
માટીથી બનેલ મૂર્તિ
કોઈ વ્યક્તિ ગિફ્ટ તરીકે માટીની મૂર્તિ અથવા માટીની અન્ય કોઈ ગિફ્ટ આપવી અને મેળવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી અટકેલું ધન પરત મળવા લાગે છે અને આવકમાં વૃદ્ધિ થાય છે.
ચાંદી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાંદીથી બનેલ વસ્તુની ગિફ્ટ આપવામાં આવે અથવા તમને ચાંદીની ગિફ્ટ મળે તો લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. ઉપરાંત ધન દોલતની કમી થતી નથી.
હાથીની જોડી
હાથીને સમૃદ્ધિ, સાહસ અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. જેથી પરિવારમાં ધન અને સૌભાગ્ય આવે છે. હાથીની જોડી ગિફ્ટ તરીકે અને ગિફ્ટ તરીકે મેળવવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ હાથીની જોડી, ચાંદી, પિત્તળ અથવા લાકડીની હોય તો વધુ યોગ્ય રહહેશે. કાચના હાથીની જોડી ગિફ્ટમાં ના આપવી જોઈએ.
7 ઘોડાની તસવીર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર 7 ઘોડાની તસવીર ગિફ્ટ તરીકે આપવી અથવા મેળવવી તે શુભ માનવામાં આવે છે.
શ્રી યંત્ર
ઘર માટે સર્વશ્રેષ્ઠ ગિફ્ટમાં શ્રી યંત્ર સૌથી શક્તિશાળી યંત્ર છે. આ એક એવું ઉપકરણ છે, જેનો યોગ્ય પ્રકારે કરવામાં આવે તો ઘરમાં ધનનું આગમન થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.