આગામી સમયમાં દિવાળી વેકેશન (Diwali vacation) આવી રહ્યું છે અને પ્રવાસીઓ અત્યારથી રજાઓમાં ફરવા જવા માટે પ્લાન કરી રહ્યા છે. પરંતુ તેમા જો તમે ઉત્તરાખંડ જવાનો પ્લાન કરી હોવ, તો રુદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિજુગી નારાયણ મંદિર આવેલુ છે. આ મંદિરને શિવ-પાર્વતીના વિવાહ સ્થળ તરીકે માનવામાં આવે છે.
ઉત્તરાખંડનું ચંદ્રશિલા મંદિર 3640 મીટરની ઉંચાઈ પર આવેલું છે
ઉત્તરાખંડમાં આવેલ આ મંદિર દુનિયાનું સૌથી ઉંચુ શિવ મંદિર કહેવામાં આવે છે. જે 3640 મીટરની ઉંચાઈ પર આવેલુ છે. રુદ્રપ્રયાગ જીલ્લામાં ચંદ્રશિલા (Chandrashila Temple) મંદિર આવેલુ છે. અહીં મહત્વની વાત એ છે કે, આ ચંદ્રશિલાનો ઈતિહાસ ભગવાન રામ અને ચંદ્રમાં સાથે જોડાયેલ છે. આ સાથે રુદ્રપ્રયાગમાં મંદાકિની અને અલકનંદાનો સંગમ થાય છે. આ દેવપ્રયાગ સુધીના માર્ગને અલકનંદાના નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિર ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે
રુદ્રપ્રયાગમાં કનક ચૌરી ગામમાં ઉંચાઈ પર ક્રૌચ પહાડોની ટોચ પર આ મંદિર આવેલુ છે. જે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે. આમતો ઉત્તરાખંડમાં વિવિધ એટલે ભગવાનનું ધામ કહેવામાં આવે છે. પ્રકૃતિની સાથે સાથે ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે.