Trekking Destinations: જો તમે ટ્રેકિંગ અને એડવેન્ચરના શોખીન છો અને આ વેકેશનમાં ફરવા માટે એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમે શાંતિથી એડવેન્ચરને એન્જોય કરી શકો તો હિમાચલ જવાની તૈયારી કરી લો. હિમાચલ પ્રદેશમાં કેટલાક એવા ઓફબીટ ટ્રેકિંગ ડેસ્ટિનેશન આવેલા છે જે તમને યાદગાર અનુભવ કરાવી શકે છે. હિમાચલ પ્રદેશના ખીરગંગા, પાર્વતી વેલી, હમટા પાસ સહિતની જગ્યાઓએ આ સિઝન દરમિયાન ખચાખચ ભીડ જોવા મળે છે. પરંતુ જે જગ્યા વિશે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ ત્યાં ખૂબ ઓછા લોકો જાય છે તેથી તમને અહીંનો પ્રવાસ વર્ષો સુધી યાદ રહેશે કારણ કે તમે શાંતિથી ટ્રેકિંગ માણી શકશો.
જલસૂ પાસ ટ્રેક
જલસૂ પાસ ચંબા અને કાંગડાને જોડે છે. આ ટ્રેકિંગ દરમિયાન તમને શાનદાર નજારા જોવા મળશે. પરંતુ આ ટ્રેકિંગ મુશ્કેલ પણ છે. ટ્રેકની શરુઆત ચંબા અને કાંગડા બંને જગ્યાથી થાય છે. આ ટ્રેક ઉત્તરાલામાં પૂર્ણ થાય છે.
ચોબિયા પાસ ટ્રેક
ચોબિયા પાસ ટ્રેક હિમાચલ પ્રદેશના પીર પંજાલ રેંજમાં બીજો સૌથી ઊંચો પાસ છે. જે લાહૌલ અને સ્પીતિ સુધી ફેલાયેલો છે. આ ટ્રેકિંગને પુરું કરતા 5થી 6 દિવસ લાગે છે.
મિયાર ઘાટી
લાહૈજ અને સ્પીતિ જિલ્લામાં આવેલી આ ઘાટી સુંદર છે. અહીંથી હિમાચલ અને લદ્દાખ બંનેના શાનદાર નજારા જોવા મળે છે. લોકલ લોકો આ ઘાટીને વેલી ઓફ ફ્લાવર્સ તરીકે જાણે છે. આ ટ્રેકિંગમાં 5 દિવસ લાગે છે. ટ્રેકિંગ દરમિયાન તમને એવા એવા નજારા જોવા મળશે જે જીવનભર ભુલ નહીં શકો.