બીજા કોઈ શાક ભાવતા હોય કે ન ભાવતા હોય પરંતુ બટાકાનું શાક તો દરેકને ભાવતું જ હોય છે. તેમાય તીખું તમતમતું અને રસાવાળું બટાકાનું શાક હોય તો જમવાની મજા આવે છે. આજે રસાવાલું ટેસ્ટી બટાકાનું શાક કેવી રીતે બનાવવું તે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
બટાકાનું શાકબ બનાવવાની સામગ્રી
- બટાકા,
- જીરું,
- વરિયાળી,
- કાળા મરી,
- ટમેટા,
- આદુ,
- મરચા,
- તેલ,
- રાઈ,
- હિંગ,
- હળદર,
- લાલ મરચું,
- ધાણાજીરું,
- પાણી,
- મીઠું
- કોથમરી.
સ્ટેપ- 1
સૌ પ્રથમ બટાકાને ધોઈને મીઠું નાખી બાફી લો. હવે જીરું,વરિયાળી, કાળા મરીને એક મિક્સર જારમાં નાખીને પીસી લો.
સ્ટેપ- 2
હવે તે જ મિક્સરજારમાં ટમેટા,આદુ-મરચા નાખીને સરસ પેસ્ટ બનાવી લો.
સ્ટેપ- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ ,હિંગ, હળદર, લાલ મરચું અને તૈયાર કરેલ ટમેટાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટપ- 4
હવે તેમાં ધાણાજીરું અને તૈયાર કરેલ મસાલો ઉમેરી અને તેમાં બાફેલા બટાકા નાખીને અધકચરા ક્રસ કરીને ગ્રેવીમાં મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરીને પકાવીને કોથમરી ગાર્નિશ કરો. હવે તૈયાર છે તારું બટાકાનું રસાવાળું શાક.