જો તમને પણ Gmail પર ઈમેલ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે, તો બની શકે કે સ્પામ મેઈલના કારણે તમારું ઈનબોક્સ ફૂલ થઇ ગયું હોય. જેના કારણે તમે મહત્વપૂર્ણ મેલ્સ ચૂકી શકો છો. સ્પામ મેલ્સ તમને સ્પામ અથવા માલવેરના જોખમમાં પણ મૂકી શકે છે. સામાન્ય રીતે લોકોને દરરોજ 4-5 સ્પામ ઈમેઈલ મળે છે, જેના કારણે તેને મેન્યુઅલી દૂર કરવામાં મુશ્કેલી પડે છે, તો આ સ્પામ મેઇલને કેવી રીતે અટકાવવા?
આ સમસ્યાનો સામનો કરવા માટે, તમે સેન્ડરને બ્લોક અથવા અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો. તેમજ જથ્થાબંધ સ્પામ મેઇલ્સને દૂર કરવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકો છો. સ્પામ ઈમેલને બ્લોક કરવા માટે આ યુક્તિઓ અનુસરો.
Gmail પર સ્પામ ઇમેઇલને આ રીતે બ્લોક કરો
- સૌથી પહેલા તમારું Gmail એકાઉન્ટ ખોલો.
- તમે જે સ્પામ ઈમેલને બ્લોક કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
- ઇમેઇલના ઉપરના જમણા ખૂણે વધુ અથવા i આઇકોન પર ક્લિક કરો.
- હવે અહીં બ્લોક પર ક્લિક કરો.
- એકવાર બ્લોક થઈ ગયા પછી, નેક્સ ટાઈમ તે એકાઉન્ટમાંથી આવતા મેઈલ સ્પામમાં જતા રહેશે.
કોઈ કેટેગરીમાંથી આ રીતે એકસાથે મેઈલ ડીલીટ કરો
- તમારા ઇનબોક્સ અથવા કોઈપણ કેટેગરીના સર્ચ બારમાં લેબલ અથવા અનરીડ લખો અને એન્ટર દબાવો.
- Gmail તમને વાંચ્યા વગરના તમામ ઈમેલ બતાવશે. તમે ‘label:read’ સર્ચ કરીને માત્ર રીડ મેઈલ જોઈ શકો છો.
- સિલેક્ટ બોક્સ પસંદ કરો અને તેનાથી સંબંધિત તમામ વાતચીતો પસંદ કરો.
- પસંદ કરેલ ઈમેલ ડિલીટ કરવા માટે, ઉપરના ડિલીટ આઈકોન પર ક્લિક કરો.
- પસંદ કરેલ ઈ-મેઈલ ટ્રેશ ફોલ્ડરમાં મોકલવામાં આવશે અને 30 દિવસ પછી તે કાયમ માટે નીકળી જશે.