Today Gujarati News (Desk)
ડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન સાથે અકસ્માત સર્જાતા એક મજૂરનું મોત થયું હતું અને છ મજૂરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ કરજણ એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કરજણ તાલુકાના માંગરોળ સાપા પાટિયા પાસે હાલ કામગીરી ચાલી રહી છે. જ્યાં આજે મોટી ક્રેન મારફત ગર્ડર નાખવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રેનમાં ખામી સર્જાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરી રહેલા એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે છ કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં કરજણ એસડીએમ, કરજણ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, જ્યારે ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.