Today Gujarati News (Desk)
વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી 16 એપ્રિલે ઉજવવામાં આવશે. વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વરુથિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આપણા ધર્મમાં એકાદશીનુ ખૂબ જ મહત્વ છે. ત્યારે ભગવાન વિષ્ણુના વરાહ અવતારનો સમર્પિત વરુથિની એકાદશીનો મહિમા અનોખો છે. માન્યતાઓ મુજબ, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને તેની સાથે જ વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ પણ મળે છે.
પાપોમાંથી મળે છે મુક્તિ
વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. એકાદશીનું વ્રત વિધિ-વિધાન પ્રમાણે કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને સૌભાગ્ય વધે છે. તીર્થક્ષેત્રોમાં સૂર્યોદય પહેલા સ્નાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વરુથિની એકાદશીનું વ્રત કરવાથી સંતાનોનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
તલ, અન્ન અને જળનું દાન કરો
એકાદશીનું વ્રત રાખીને તલ, અન્ન અને જળનું દાન કરો. સોના-ચાંદીના દાન કરતાં તેને વધુ ફળદાયી માનવામાં આવે છે. પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે.