Vastu Tips: સનાતન ધર્મની માન્યતામાં ખરાબ નજરને સારી માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, કેટલાક ઉપાયો નજર દોષને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જાણો ખરાબ શક્તિઓને દૂર કરવાના 5 ઉપાયો.
સનાતન ધર્મની માન્યતામાં ખરાબ નજરને સારી માનવામાં આવતું નથી. ઘણી વખત લોકો કામ તો સારું કરે છે, પરંતુ એનું પરિણામ મન અનુકૂળ મળતું નથી. એવામાં જ્યોતિષના જાણકારો જણાવે છે કે આ નજર દોષ હોઈ શકે છે.
આમ તો નજર દોષ કે નકારાત્મક શક્તિઓને દૂર રાખવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે, પરંતુ આજે અમે કેટલાક એવા ઉપાય જણાવશું જે નજર દોષ દૂર કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ દુષ્ટ નજર દૂર કરવા અથવા દુષ્ટ શક્તિઓથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખરાબ શક્તિઓ નજીક આવતી નથી. આ સિવાય તમે ઈચ્છો તો ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો.
માન્યતા અનુસાર આંખો પર કાજલ લગાવવાથી દુષ્ટ શક્તિઓ પણ દૂર થઈ જાય છે. કહેવાય છે કે કાજલ લગાવવાથી ખરાબ નજરથી બચી શકાય છે. ઘરે બનાવેલી કાજલ વધુ સારી સાબિત થાય છે.
ફટકડી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ફટકડીનો ટુકડો લો અને તેને તમારા માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 7 વખત ફેરવો અને તેને વહેતા પાણીમાં મૂકો.
જો તમને લાગે કે કોઈ અશુભ શક્તિએ ઘર પર કબજો જમાવ્યો છે, તો નજર દોષ યંત્ર લો અને તેને ઘરની બહાર લટકાવી દો. તેમજ શનિવારે ઘરની બહાર કાળા ઘોડાની નાળ લટકાવી દો. આમ કરવાથી ખરાબ નજર કે ખરાબ શક્તિઓ દૂર થાય છે.
ખરાબ શક્તિઓ કે ખરાબ નજર દૂર કરવા માટે લીંબુ અને મરચાને કાળા દોરામાં બાંધીને શનિવારે ઘરની બહાર લટકાવી દો. જો કે દર શનિવારે તેને બદલતા રહો.