Today Gujarati News (Desk)
રામ નવમી દરમિયાન સમગ્ર બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે પથ્થરમારો અને અનેક દુકાનોમાં તોડફોડના અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા.
રામનવમીના અવસર પર પશ્ચિમ બંગાળના અલગ-અલગ જિલ્લામાં થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે હવે હાવડા અને દાલકોલા સહિત વિવિધ શહેરોમાં હિંસાની ઘટનાઓની તપાસ આતંકવાદ વિરોધી એજન્સી NIAને સોંપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, રામ નવમી દરમિયાન સમગ્ર બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે પથ્થરમારો અને અનેક દુકાનોમાં તોડફોડના અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા. આ સિવાય ઘણી જગ્યાએ અલગ-અલગ રાજકીય પક્ષોના લોકો વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ નોંધાયા છે.
શુભેન્દુ અધિકારી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી
બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગ્નામના નેતૃત્વ હેઠળની હાઈકોર્ટની બેન્ચે આ કેસને બંગાળ પોલીસમાંથી NIAને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. તેમની પીઆઈએલમાં, અધિકારીએ કહ્યું હતું કે રામ નવમી હિંસામાં બોમ્બ વિસ્ફોટો સામેલ હતા અને તેની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ.
આ અરજી પર કોર્ટે બંગાળ પોલીસને બે અઠવાડિયામાં કેસ સાથે સંબંધિત તમામ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ કેન્દ્ર સરકારને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ કેન્દ્રને આ દસ્તાવેજો NIAને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.