દેશની વસ્તીનો મોટો ભાગ દરરોજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરે છે. આ દિવસોમાં ટ્રેનોમાં ઘણી ભીડ છે તેને જોતા ભારતીય રેલ્વે અલગ-અલગ રેલવે રૂટ પર સતત સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે.
મુસાફરોની ભારે ભીડ અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર 2 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ચાલો ટ્રેનનું સમયપત્રક જોઈએ
ટ્રેન નંબર 09054/09053 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ બે ટ્રીપ)
ટ્રેન નંબર 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અમદાવાદથી 15 ઓગસ્ટ 2024 (ગુરુવાર)ના રોજ સવારે 08:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ 14 ઓગસ્ટ 2024 (બુધવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે અમદાવાદ પહોંચશે.
આ રૂટ પરથી ટ્રેન પસાર થશે
આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
બુકિંગ શરૂ થયું
ટ્રેન નંબર 09054નું બુકિંગ 14.08.2024થી શરૂ થશે. જ્યારે ટ્રેન નંબર 09053નું બુકિંગ 13.08.2024ના રોજ સાંજે 4.00 વાગ્યાથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે.