Today Gujarati News (Desk)
બજરંગ પુનિયા સહિતના ઘણાબધા કુસ્તીબાજે દિલ્હીના જંતર-મંતર પર ફરી વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધો છે. થોડીવાર પહેલા જ કુસ્તીબાજોએ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં રેસલર સાક્ષી મલિકે કહ્યું કે, અમે બે દિવસ પહેલા સીપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હજુ સુધી કોઈ સુનાવણી થઈ નથી. પોલીસ સ્ટેશન પર 7 યુવતીઓએ FIR નોંધાવી હતી. એક છોકરી સગીર છે અને પોસ્કો હેઠળ આવે છે. અઢી મહિના વીતી ગયા છતાં કમિટી તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી.
#WATCH |Seven girls including a minor gave a complaint at CP PS against Brijbhushan Singh regarding sexual harassment but yet to be filed.There must be POCSO case. We’ve been waiting for 2.5 months…:Wrestlers protest against then WFI chief & BJP strongman Brij Bhushan Singh pic.twitter.com/SvAvSk9hNz
— ANI (@ANI) April 23, 2023
લોકો અમને ખોટા સમજવા લાગ્યા હતા: સાક્ષી મલિક
સાક્ષી મલિકે કહ્યું કે, બ્રજભૂષણ ચરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આ કેસ છે. છતાં આ કેસની સુનાવણી થઈ નથી, તેથી ફરી વખત અમને પાછા અહીં આવવાની ફરજ પડી છે. લોકો અમને જુઠ્ઠા સમજવા માંડ્યા છે, લોકો માને છે કે અમે ખોટું બોલી રહ્યા હતા. અમે અમારી કારકિર્દી, ભવિષ્ય અને પરિવાર દાવ પર લગાવી દીધો છે, અમે જે લોકો સામે લડી રહ્યા છીએ તે ખૂબ જ મજબૂત છે, તમે સારી રીતે જાણો છો કે તેમની સાથે કોણ છે અને કોણ નથી. 3 મહિનાથી દરેક પાસે સમય માંગી રહ્યા છીએ તો પણ ખેલમંત્રાલય તરફથી પણ કોઈ સુનાવણી થઈ રહી નથી.
છેલ્લા પ્રદર્શન દરમિયાન ખેલાડીઓને મળેલી ખાતરી પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, છેલ્લા પ્રદર્શન દરમિયાન ખેલાડીઓને મળેલી ખાતરી પર કાર્યવાહી ન થવાને કારણે કુસ્તીબાજો હાલ નારાજ છે.