આપણે બધા ઈમેલનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારા બોસને પ્રોજેક્ટ મોકલવા માંગતા હોવ, તો ઈમેલનો ઉપયોગ કરો છો, જો તમે નોકરી શોધી રહ્યા છો, તો ઈમેલ દ્વારા જ તમારો CV મોકલો છો. એકંદરે, આપણે સત્તાવાર કામ માટે ઈમેલનો ઘણો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે જેઓ ઈમેલમાં Toનો અર્થ તો જાણે છે પરંતુ CC અને BCCનો અર્થ નથી જાણતા. આ લેખમાં અમે તમને આ બંને વિકલ્પો વિશે જણાવીશું.
ઈમેલમાં CC અને BCCનો અર્થ શું છે?
ઘણીવાર મેઈલ કરતી વખતે તમે સીસીમાં એક કે એકથી વધારે વ્યક્તિના નામ નાખો છો. પરંતુ તેનો અર્થ શું છે? ઈમેલમાં CC એટલે કાર્બન કોપી. થોડા વર્ષો પહેલા, આપણે કાગળની નીચે કાર્બન રાખતા હતા, જેહિ તેના પર લખાતી દરેક વસ્તુ નીવહીના કાગળ પર છપાઈ જતી હતી, આ રીતે આપણે અલગથી વસ્તુઓ લખવાની જરૂર ન પડતી. ઇમેલમાં પણ આવું જ થાય છે, જ્યારે તમે એક જ ઈમેલ અન્ય વ્યક્તિને મોકલવા માંગતા હોવ, તો તમે તેને અલગથી લખવાને બદલે તેને સીસી કરી શકો છો.
જો તમે કોઈ ક્લાયન્ટને પ્રોજેક્ટ મોકલી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારા મેનેજરને પણ તે પ્રોજેક્ટની ઍક્સેસ મળે અથવા તમારા મેનેજર તેનું મોનિટરિંગ રાખવા માંગતા હોય, તો તમે તમારા મેનેજરને CCમાં રાખી શકો છો. નોંધનીય બાબત એ છે કે મેઇલમાં To વિકલ્પમાં તે લોકોને રાખી શકાય છે જેમને તમે ડાયરેક્ટ મેઇલ મોકલી રહ્યા છો. એટલે કે, જે સંબંધિત વ્યક્તિ છે.
BCC શું છે
BCC એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. BCCમાં ઉમેરાયેલા લોકોને To અને CC ફીલ્ડ ધરાવતા લોકો જોઈ શકતા નથી. તે સંપૂર્ણપણે છુપાયેલ છે. જો તમે ત્રણ લોકોને ઈમેલ કરી રહ્યા હોવ તો, તમે એક વ્યક્તિને TOમાં રાખો, બીજી વ્યક્તિને CCમાં ઉમેરો અને ત્રીજી વ્યક્તિને BCCમાં ઉમેરો છો, તો TO અને CC એકબીજાના ઈમેલ આઈડી જોઈ શકે છે.
પરંતુ BCC ધરાવતી વ્યક્તિ ન તો TO ધરાવતી વ્યક્તિને દેખાય છે કે ન તો CC ધરાવતી વ્યક્તિને દેખાય છે. જો તમે ઈચ્છો છો કે તમે જે વ્યક્તિને ડાયરેક્ટ મેઈલ મોકલી રહ્યા છો તેને ખબર ન હોવી જોઈએ કે તમે અન્ય લોકોને મેઈલ કર્યો છે, તો તમે BCC વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.