સરકારે સાયબર ક્રાઈમ અને સ્પામ કોલને રોકવા માટે ‘ચક્ષુ’ અને ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ’ નામના બે નવા પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે. જેમાં ‘ચક્ષુ’ લોકોને શંકાસ્પદ મેસેજ, નંબર અને ફિશીંગ પ્રયાસોની જાણ કરવામાં સક્ષમ બનાવે છે. જયારે ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ’ બેંકો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય સંસ્થાઓને સાયબર ગુનેગારો અંગેની માહિતીની આપ-લે કરવા માટે સુવિધા આપે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ સોમવારે સંચાર સાથી પોર્ટલના ભાગ રૂપે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ અને ચક્ષુ લોન્ચ કર્યું.
ચક્ષુ કેવી રીતે ફાયદાકારક રહેશે?
ચક્ષુનો ઉપયોગ શંકાસ્પદ સંદેશાવ્યવહારની જાણ કરવા માટે થાય છે. ચક્ષુની મદદથી યુઝર્સ નંબર, મેસેજ અને ફિશિંગના પ્રયાસો વિશે જાણ કરી શકે છે. બીજી તરફ, ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ, બેંકો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોલેટ ઓપરેટર્સ વચ્ચે સાયબર ક્રિમિનલ ડેટાની વહેંચણીને સક્ષમ કરવા માટે એક ઇન્ટર-એજન્સી પ્રયાસ છે.
છેતરપિંડી અટકાવવામાં મદદ કરી
વૈષ્ણવે જણાવ્યું હતું કે DIP આ છેતરપિંડીઓની તાત્કાલિક જાણ કરવા માટેનું આ એક સંકલિત પ્લેટફોર્મ છે. આ સિસ્ટમનું અપડેટ છે જે ગયા વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બે પ્લેટફોર્મ ઝડપી સાયબર છેતરપિંડી શોધવામાં નોંધપાત્ર સુધારો કરશે. તેમણે કહ્યું કે આવા તમામ પ્લેટફોર્મ પર અંદાજે રૂ. 1,008 કરોડની છેતરપિંડી અટકાવવામાં આવી છે. DoT એ મે 2023માં સંચાર સાથી પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.