ચંદ્રનું કોઈ ચોક્કસ વાતાવરણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તેવામાં એવો કોઈપણ જીવ ચંદ્ર પર જીવી ન શકે કે જેને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હોય. ધરતી પર રહેતાં મોટાભાગનાં જીવોને ઓક્સિજનની જરૂર હોય છે પરંતુ પૃથ્વી પરનો આ એક જીવ એવો છે કે જે વગર કોઈ મુશ્કેલી ચંદ્ર પર ઓક્સીજન વગર જીવી શકશે. તેનું નામ છે હેનેગુયા સાલમિનિકોલા.
ઓક્સીજન વગર જીવે છે જીવ
નેશનલ એકેડેમી ઓફ સાયન્સની રિપોર્ટ અનુસાર પહેલા એવા જીવને શોધવામાં આવ્યો છે જેને શ્વાસ લેવા માટે ઓક્જિનની જરૂર હોતી નથી. રિસર્ચર્સ અનુસાર આશરે 8 મિમીનું આ સફેદ જીવ હેનેગુયા સાલમિનિકોલા હજુ સુધી એકમાત્ર એવો જીવ છે જે શ્વાસ લેવામાં ઓક્સીજનનો ઉપયોગ નથી કરતો. આ સફેદ પરોપજીવી જ ચિનૂક સૅલ્મોનના માંસને સંક્રમિત કરે છે. પરંતુ રિસર્ચર્સ અત્યાર સુધી એ નથી શોધી શક્યાં કે હેનેગુયા સાલમિનિકોલા જીવન માટે જરૂરી ઊર્જા ક્યાંથી મેળવે છે.
સેલમન માછલીની અંદર રહે છે
વિજ્ઞાન કહે છે કે બહુકોશિય જીવ ઊર્જા પેદા કરવા માટે ઓક્સીજનનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા માઈટોકોન્ડ્રિયામાં પૂર્ણ થાય છે. રિપોર્ટ અનુસાર આ પ્રક્રિયા માટે હેનેગુયા સાલમિનિકોલાની પાસે પોતાના જીન્સ છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પરોપજીવીમાં એ જીન્સની શોધ કરી ત્યારે તે સંપૂર્ણપણે ગેરહાજર હતા. વૈજ્ઞાનિકો માને છે કે આ જીવને પોતાના મેજબાન પાસેથી જીવવા માટેની જરૂરી ઊર્જા મળે છે. હેનેગુયા સાલમિનિકોલા સેલમન મછલીની અંદર મળતો પરોપજીવી છે. એટલે શક્ય છે કે તે જીવવા માટેની ઊર્જા માછલીમાંથી મેળવતો હોય.
ઓક્સીજન વિહીન જીવો અન્ય ગ્રહ પર?
આ સમુદ્રી જીવ જેલીફિશ જેવો દેખાય છે. હેનેગુયા સાલમિનિકોલાની શોધ બાદ વૈજ્ઞાનિકો એ દિશામાં સંશોધન શરૂ કરી રહ્યાં છે કે કદાચ ઓક્સીજન વિહીન જીવો અન્ય ગ્રહ પર અસ્તિત્વ ધરાવતાં હોય.