ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું. તેવા પરિણામ આવતાની સાથે જ સુરતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા છે. વિદ્યાર્થીઓ ઝૂમે પણ કેમ નહીં કેમ કે આ વખતે ધોરણ 12નું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ સારુ આવ્યુ છે.
ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું. તેવા પરિણામ આવતાની સાથે જ સુરતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા છે. વિદ્યાર્થીઓ ઝૂમે પણ કેમ નહીં કેમ કે આ વખતે ધોરણ 12નું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ સારુ આવ્યુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 85.56 ટકા તો સામાન્ય પ્રવાહનું 93.38 ટકા પરિણામ આવ્યું છે.
જેને લઈ વિદ્યાર્થીઓ ગરમે ઝૂમતા જોવા મળ્યા છે. ઘણા વિદ્યાર્થીઓની આંખમાં ખુશીના આંસુ હતા. તો વાલીઓ પણ સંતાનનું સારું પરિણામ જોઈ રાજી થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તમામના ચહેરા પર અલગ પ્રકારનું સ્મિત જોવા મળ્યુ હતુ.
તો બીજી તરફ સતત બીજા વર્ષે 92.80 ટકા સાથે મોરબી સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાનું બિરૂદ મેળવ્યું. તેમજ 51.36 ટકા પરિણામ સાથે છોટાઉદેપુર જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ પરિણામ જોઈ ઝૂમી ઉઠ્યા હતા. વાલીઓ પણ પરિણામથી ખુબ જ આનંદમાં તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.