Today Gujarati News (Desk)
ઈન્ટરનેટ સર્ચના ભવિષ્યને લઈને ટેક જાયન્ટ્સ ગૂગલ અને માઈક્રોસોફ્ટ વચ્ચેની ટક્કર ચાલી રહી છે, જેમાં હાલ ChatGPT ખૂબ ચર્ચામાં છે. આ પ્રકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દેશના અંદાજિત 150 મિલિયન ખેડૂતોને લાભ થશે તેમજ ડિજિટલ મિશનને આગળ લાવવા અને ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મદદ મળી શકશે.
Launching the Digital Payments Utsav, Minister @AshwiniVaishnaw shared his vision of the complete rollout of digital credit system in 2023 & informed that #Bhashini & #DigitalPayments have come together to make #UPI123Pay available in local language. #PragatiKoGati @NPCI_NPCI pic.twitter.com/CSPlLRtWkm
— Ministry of Electronics & IT (@GoI_MeitY) February 9, 2023
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ડિજિટલ પેમેન્ટ ઉત્સવમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, UPI અને OPENAI બે ટેક્નોલોજીનું એકીકરણ લોકોને તેમની સ્થાનિક ભાષામાં વધુ સરળતા સાથે નાણાં મોકલવા માટે સક્ષમ બનાવશે. સરકાર આગામી 10-12 મહિનામાં ડિજિટલ ક્રેડિટ સિસ્ટમના સંપૂર્ણ રોલઆઉટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “નાના શહેરો અને ગામડાઓમાં નાના વેપારીઓ કેવી રીતે તેમના વ્યવસાય અને અન્ય કામો માટે મોટી બેંકો પાસેથી ક્રેડિટ મેળવી શકે અને વધારેમાં વધારે ડિજિટલ સેવાઓને સરળતાથી ઍક્સેસ કરી શકે છે. તે સુનિશ્ચિત કરવાનો અમારો હેતુ છે. હવે યોજના અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે,”
WhatsAppની AI ચેટબોટ ChatGPT સાથે જોડાવાની તૈયારી
WhatsApp કે જેને ટૂંક સમયમાં AI ચેટબોટ ChatGPT સાથે જોડી સંચાલિત મુખ્ય સરકારી યોજનાઓ પર સરળ સુવિધા પ્રદાન કરવાનો હેતુ છે, અને એક મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય-સ્તરનો કાર્યક્રમ કે જેનો હેતુ ભારતીય અવાજોની સાથે અલગ અલગ લોકોલ ભાષાના નમૂનાઓ ભેગા કરી વિશાળ ક્રાઉડસોર્સ ડેટાસેટ્સ બનાવવાનો છે.
“ભાષિણી” મિશન સાથે જોડવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયની એક ટીમ WhatsApp-આધારિત ચેટબોટ બનાવી રહી છે. જે પ્રશ્નોના યોગ્ય જવાબો આપવા માટે ChatGPT દ્વારા જનરેટ કરવામાં આવેલી માહિતી પર આધાર રાખશે. તેનું મુખ્ય કારણ એ છે કે, વપરાશકર્તાઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો વર્ગ છે તે માટે આ પ્રકારની સુવિધા વિકસાવામાં આવી રહી છે. જો તેમના પ્રશ્નો તે ટાઈપ કરવા સક્ષમ નથી, તો વૉઇસ નોટ્સનો ઉપયોગ કરીને પ્રશ્નો ચેટબોટ પર મૂકી શકશે.