Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું આજે મુંદ્રા સુધી પહોંચી ગયુ છે. હવે ત્રણ ચાર દિવસમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આજે આગાહી કરી છે. જેમા તેમણે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે જણાવ્યુ છે. તેમણે આજે માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ. સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ ભાવનગર, કચ્છ દીવ, દ્વરકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
રામાશ્રય યાદવે ગુરૂવાર માટેની આગાહી કરતા જણાવ્યુ છે કે, બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે શુકવાર, શનિવાર અને રવિવાર (28, 29, 30) માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, સુરત, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.