રીના પરમાર,નેશનલ ડેસ્ક
ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામ દાયકાઓથી ઈતિહાસ ના પાને દેહવિક્રય વ્યવસાય થી બદનામ બનેલ છે.જોકે આ ગામની મહિલાઓ ને માનભેર આગળ લાવવા હવે મોટા પ્રયાસ થયા છે. જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા કલેકટરે આ બહેનોને હરસભવ મદદ માટે તૈયારી બતાવતા ,હવે વાડિયા ની આ મહિલાઓ માનભેર આત્મનિર્ભર બનવા જઈ રહી છે.અહી તેઓએ લઘુ ઉધોગ થકી વિવિધ સુગંધી અગરબતીઓ બનાવી તેનું વેચાણ સરું કર્યું છે.જેમાં પોતાના વ્યવસાયની પ્રથમ અગરબત્તી તેઓએ માં અંબે ધામ જઈ,માં ના ચરણમાં ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા થરાદનુ વાડિયા ગામ દાયકાઓ થી દેહવ્યાપાર માટે ઇતિહાસમાં બદનામ બનેલ છે.જોકે અનેકો વખત અહી મહિલાઓ ની સામાજિક અને આર્થિક સુધારણા માટે પ્રયત્નો થયા છે.જોકે હવે વાડિયા ગામ દેહવ્યાપાર વ્યવસાય થી મુક્તિના પંથે આગળ ધપી રહ્યું છે.આ ગામની મહિલાઓ ને સન્માન સાથે રોજગાર આપવા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચોધરી અને કલેકટર વરૂણકુમાર બરણવાલે પ્રયાસો હાથ ધરી તેઓને લઘુ ઉધોગ અગરબત્તી ના વ્યવસાય માં પરોવી છે.આ મહત્વનો રોજગાર હાલ તેઓ કરી રહી છે.જેમાં થરાદ ટીડીઓ કાજલબેન આમલીયાએ વાડિયા ગામની દીકરીએને મહિલાઓને પગભર બનાવવાની આ મુહિમમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે.અને તેઓને સતત કાઉસ્લિંગ અને મોટીવેશન કરી આ ગામની 60 મહિલાઓની અલગ અલગ 8 ટીમ બનાવી છે.આ તમામ બહેનો ને અગરબત્તી બનાવવાની તાલીમ અપાઈ છે.જેમાં તાલીમબદ્ધ મહિલાઓ એ સ્વમાનભેર ના પોતાના વ્યવસાયની પહેલી પ્રોડક્ટ એવી અગરબત્તી માં અંબે ચરણમાં ધરી હતી.જેમાં આ મહિલાઓએ માં અંબે ધામમાં માતાજી નો જયજયકાર બોલાવી પૂજન કરી ,જાતે બનાવેલ પ્રથમ અગરબત્તી માં અંબાના ચરણે ધરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ બાબતે જિલ્લા કલેકટર વરુણ બરનવલે જણાવ્યું હતું કે ” સરકાર દરેક સમાજ અને વ્યક્તિ ના જીવનને ઊંચું લાવવા પ્રયત્નશીલ છે.સરકારની અનેક યોજનાઓ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી છે.ત્યારે વાડીયા ગામની મહિલાઓએ આત્મ નિર્ભર બનાવવા શરૂ કરેલ લઘુ ઉધોગ અગરબત્તીની ખરીદી અંબાજી મંદિર ટ્રસ્ટ કરશે.જેનાથી મળતી આવક આ બહેનો ને મળશે.આ ગામની મહિલાઓને પગભર બનાવી આત્મનિર્ભર કરાશે તેવું કલેકટર દ્વારા જણાવાયું હતું.
ત્યારે માં અંબે ધામમાં પહોંચેલી અને સભ્ય સમાજથી વર્ષોથી દૂર રહેલી આ નારીશક્તિએ એક નવીન ઈતિહાસ રચવા કર્મ થકી કમર કસી છે.જે આવકારદાયક બની છે