Today Gujarati News (Desk)
સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે કે પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત લગભગ 195થી વધુ દેશ પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે.
આ છે વિશ્વ પૃથ્વી દિવસની થીમ
આ વર્ષની થીમ છે ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ આ સાથે જ વિશ્વ પૃથ્વી દિવસનું 53 મું આયોજન થશે.
આ કારણે વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે
22 એપ્રિલે મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસનો મુખ્ય હેતુ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષા માટે પોતાનો સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનો છે જેથી આ ગ્રહને નુકસાન પહોંચાડનારી માનવ ગતિવિધિઓને ઓછી કરવામાં આવી શકે.
પૃથ્વી દિવસનો ઈતિહાસ
અર્થ ડે ને મનાવવાની શરૂઆત 1970 માં થઈ હતી. સૌથી પહેલા અમેરિરી સીનેટર ગેલૉર્ડ નેલ્સને પર્યાવરણની શિક્ષણ તરીકે આ દિવસની શરૂઆત કરી હતી. એક વર્ષ પહેલા 1969માં કેલિફોર્નિયાના સાંતા બારબરામાં ઓઈલ લીકેજના કારણે આફત આવી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોને નુકસાન થયુ અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ કરવાનો નિર્ણય કર્યો. જે બાદ નેલ્સનના આહ્વાન પર 22 એપ્રિલે લગભગ 2 કરોડ અમેરિકીઓએ પૃથ્વી દિવસના પહેલા આયોજનમાં ભાગ લીધો હતો.